* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Friday, April 1, 2022

પરીક્ષા પે ચર્ચા ૨૦૨૨

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિક્ષા પે ચર્ચા નામનો એક અનોખો ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ રજૂ થાય છે , જેમાં દેશભરના અને વિદેશમાંથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તેમની સાથે વાતચીત કરીને પરીક્ષા સંબંધિત તણાવને દૂર કરવા અને ઉત્સવ તરીકે જીવનનો આનંદ માણવા માટે તેમની સાથે વાતચીત કરે છે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન, ભારતના વડાપ્રધાન સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરે છે, બોર્ડ અને પ્રવેશ પરીક્ષાઓની તૈયારી તણાવમુક્ત અને આનંદદાયક રીતે કરવા માટે તેમની "મૂલ્યવાન ટીપ્સ" શેર કરે છે. પરીક્ષા પે ચર્ચાની આ પાંચમી આવૃત્તિ છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરીક્ષા પે ચર્ચા ૨૦૨૨ માટે તાલ કટોરા સ્ટેડિયમ દિલ્હી ખાતે યોજાયેલ હતો
વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે આ મારો ખૂબ જ પ્રિય કાર્યક્રમ છે, પરંતુ કોરોનાના કારણે હું તમારા જેવા મારા સાથીઓને વચ્ચે મળી શક્યો નહીં. તેમણે વધુમાં કહ્યું કે, "પરીક્ષાઓ તહેવારોની વચ્ચે પણ લેવામાં આવે છે. જેના કારણે તેઓ તહેવારોની મજા માણી શકતા નથી. પરંતુ જો આપણે પરીક્ષાને તહેવાર બનાવીએ, કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "તમારા મનમાં એક વાત બનાવો કે પરીક્ષા એ જીવનનો સરળ ભાગ છે આજ રોજ પરીક્ષા પે ચર્ચા ૨૦૨૨ના લીમખેડા તાલુકાનાં મુખ્ય આયોજન બીઆરસી ભવનના હૉલમાં, તાલુકાના પદાધિકારીશ્રી સરતનભાઈ એસ, ચૌહાણ(ઉપપ્રમુખ જિલ્લા પંચાયત દાહોદ), શ્રી છત્રસિંહ કાળુભાઈ મેડા(જિલ્લા પંચાયત સદસ્ય દાહોદ) ગામના સરપંચશ્રી, વાલીઓ અને તાલુકા પ્રાથમિક શાળા લીમખેડાના બાળકો અને માન ટીપીઇઓ લીમખેડા અને બીઆરસી કો લીમખેડા દ્વ્રારા પરીક્ષા પે ચર્ચા ૨૦૨૨ કાર્યક્રમમાં હાજરી આપેલ હતી. લીમખેડા તાલુકામાં સામેલ તમામ શાળાઓમા ક્લસ્ટરના સીઆરસી કો દ્વારા તેઓની શાળાઓમા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શાળાના બાળકો, શિક્ષકશ્રી અને ગામના ગ્રામજનોએ નિહાળવાનું આયોજન કરવામાં આવેલ હતું. તાલુકા કક્ષાના અન્ય કાર્યક્રમ કુંડલી શાળા ખાતે શ્રીમતી રમીલાબેન વિજયભાઈ રાવત (જિલ્લા પંચાયત સદસ્ય દાહોદ) દ્વારા સદર કાર્યક્રમમાં હાજરી આપેલ હતી.

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...