Friday, August 23, 2024
નેશનલ સ્પેસ ડે -૨૩/૦૮/૨૦૨૪
ભારતમાં દર વર્ષે 23મી ઓગસ્ટે 'નેશનલ સ્પેસ ડે' ઉજવવામાં આવશે. આ અંગે ભારત સરકારે એક જાહેરાત કરીછે. હકીકતમાં, મિશન ચંદ્રયાન હેઠળ, વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટ 2023 ના રોજ ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું અને તે જ દિવસે પ્રજ્ઞાન રોવરને પણ ચંદ્રની સપાટી પર તૈનાત કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 3 મિશનની સફળતાને ધ્યાનમાં રાખીને,ભારત માં હવેથી દર વર્ષે 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવશે.તમને જણાવી દઈએ જે જગ્યા એ આ યાન ઊતરેલ હતું તેને શિવશક્તિ નામ આપવામાં આવ્યું છે. અગાઉ ચંદ્રયાન 2 મિશન નિષ્ફળ ગયું હતું,પરંતુ તેના અવસેસને ત્રિરંગા બિંદુ નામ આપવા માં આવેલ છે. ત્યારબાદ ભારતે ચંદ્રયાન 3 પર કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે ચંદ્રયાન 3 ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને ચંદ્રયાન સફળતાપૂર્વકચંદ્રની સપાટી પર ઉતર્યું હતું, ત્યારે સમગ્ર વિશ્વમાં ભારતને તાળીઓ મળી હતી. તમને જણાવી દઈએ કે ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બની ગયો છે.
લીમખેડા તાલુકાની શાળામાં બાળકો, શિક્ષકો અને દ્વારા 'નેશનલ સ્પેસ ડે' આયોજન સમગ્ર તાલુકા માં કરવામાં આવેલ હતું. જેનો ઉદ્દેશ્ય ચંદ્રયાન મોડ્યુલ ઈસરોની સિદ્ધિઓ જેવીકે આદિત્ય સ્પેસ ટેકનોલોજી જેવા વિષયો આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને સ્પષ્ટ ટેકનોલોજી અને તેના ઉપયોગ અંગે માહિતગાર કરવાનો હતો.
'નેશનલ સ્પેસ ડે' ૨૦૨૪ દરમ્યાન શાળા કક્ષાની તસ્વીરો
Subscribe to:
Posts (Atom)
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...

-
આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબા...
-
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...