Friday, April 25, 2025
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બાળકોનું સ્ક્રિનિંગ કરતા જાણવા મળ્યું કે પ્રતાપપુરા રેલ ફળીયા માં મન્દ બુદ્ધિ બાળક રાવત અપીનાબેન મળી આવ્યા હતા. જેની આગળની પ્રોસેસમાં બાળકનું દિવ્યાંગ સર્ટિફિકેટ કઢાવી આપવામાં આવ્યું. ભવિષ્યના મળતા લાભો માટે માહિતી લઈને તેની બસ પાસની તથા સંત સુરદાસ યોજનામાં મળતા 1000 રૂપિયાની સહાય દર મહિને માટેના ફોર્મ ભરવામાં આવ્યા છે. વધુ માહિતી લેતા બાળક નિરાધાર હોવાથી બાળ સમાજ કલ્યાણ ઓફિસ દાહોદ માંથી સુચના લેતા તેની પણ સહાય આપવા માટે કાર્યવાહી કરવામાં આવે છે
Tuesday, January 7, 2025
બી.આર.સી ભવન લીમખેડા ખાતે બ્લોક કક્ષાની વાર્તા સ્પર્ધા 2024-25
આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબારની વિદ્યાર્થીની નીનામા દિવ્યાબેન નરવતભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. વિભાગ-૨માં લાડપુર મુખ્ય પ્રાથમિક શાળાની વિદ્યાર્થી ભરવાડ યશકુમાર નિલેશભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. વિભાગ-૩માં નાના હાથીધરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ચૌહાણ હીનાબેન કમલેશભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.
દરેક વિભાગમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓને બીઆરસી કોઓર્ડીનેટર લીમખેડા ઋષિભાઈ સલાનિયા દ્વારા રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
Subscribe to:
Comments (Atom)
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...
-
આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબા...
-
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...





