* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Friday, April 25, 2025

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બાળકોનું સ્ક્રિનિંગ કરતા જાણવા મળ્યું કે પ્રતાપપુરા રેલ ફળીયા માં મન્દ બુદ્ધિ બાળક રાવત અપીનાબેન મળી આવ્યા હતા. જેની આગળની પ્રોસેસમાં બાળકનું દિવ્યાંગ સર્ટિફિકેટ કઢાવી આપવામાં આવ્યું. ભવિષ્યના મળતા લાભો માટે માહિતી લઈને તેની બસ પાસની તથા સંત સુરદાસ યોજનામાં મળતા 1000 રૂપિયાની સહાય દર મહિને માટેના ફોર્મ ભરવામાં આવ્યા છે. વધુ માહિતી લેતા બાળક નિરાધાર હોવાથી બાળ સમાજ કલ્યાણ ઓફિસ દાહોદ માંથી સુચના લેતા તેની પણ સહાય આપવા માટે કાર્યવાહી કરવામાં આવે છે

Tuesday, January 7, 2025

બી.આર.સી ભવન લીમખેડા ખાતે બ્લોક કક્ષાની વાર્તા સ્પર્ધા 2024-25

આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબારની વિદ્યાર્થીની નીનામા દિવ્યાબેન નરવતભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. વિભાગ-૨માં લાડપુર મુખ્ય પ્રાથમિક શાળાની વિદ્યાર્થી ભરવાડ યશકુમાર નિલેશભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. વિભાગ-૩માં નાના હાથીધરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ચૌહાણ હીનાબેન કમલેશભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. દરેક વિભાગમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓને બીઆરસી કોઓર્ડીનેટર લીમખેડા ઋષિભાઈ સલાનિયા દ્વારા રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબારની વિદ્યાર્થીની નીનામા દિવ્યાબેન નરવતભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. વિભાગ-૨માં લાડપુર મુખ્ય પ્રાથમિક શાળાની વિદ્યાર્થી ભરવાડ યશકુમાર નિલેશભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. વિભાગ-૩માં નાના હાથીધરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ચૌહાણ હીનાબેન કમલેશભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. દરેક વિભાગમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓને બીઆરસી કોઓર્ડીનેટર લીમખેડા ઋષિભાઈ સલાનિયા દ્વારા રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

Friday, August 23, 2024

નેશનલ સ્પેસ ડે -૨૩/૦૮/૨૦૨૪

ભારતમાં દર વર્ષે 23મી ઓગસ્ટે 'નેશનલ સ્પેસ ડે' ઉજવવામાં આવશે. આ અંગે ભારત સરકારે એક જાહેરાત કરીછે. હકીકતમાં, મિશન ચંદ્રયાન હેઠળ, વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટ 2023 ના રોજ ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું અને તે જ દિવસે પ્રજ્ઞાન રોવરને પણ ચંદ્રની સપાટી પર તૈનાત કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 3 મિશનની સફળતાને ધ્યાનમાં રાખીને,ભારત માં હવેથી દર વર્ષે 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવશે.તમને જણાવી દઈએ જે જગ્યા એ આ યાન ઊતરેલ હતું તેને શિવશક્તિ નામ આપવામાં આવ્યું છે. અગાઉ ચંદ્રયાન 2 મિશન નિષ્ફળ ગયું હતું,પરંતુ તેના અવસેસને ત્રિરંગા બિંદુ નામ આપવા માં આવેલ છે. ત્યારબાદ ભારતે ચંદ્રયાન 3 પર કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે ચંદ્રયાન 3 ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને ચંદ્રયાન સફળતાપૂર્વકચંદ્રની સપાટી પર ઉતર્યું હતું, ત્યારે સમગ્ર વિશ્વમાં ભારતને તાળીઓ મળી હતી. તમને જણાવી દઈએ કે ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બની ગયો છે.
લીમખેડા તાલુકાની શાળામાં બાળકો, શિક્ષકો અને દ્વારા 'નેશનલ સ્પેસ ડે' આયોજન સમગ્ર તાલુકા માં કરવામાં આવેલ હતું. જેનો ઉદ્દેશ્ય ચંદ્રયાન મોડ્યુલ ઈસરોની સિદ્ધિઓ જેવીકે આદિત્ય સ્પેસ ટેકનોલોજી જેવા વિષયો આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને સ્પષ્ટ ટેકનોલોજી અને તેના ઉપયોગ અંગે માહિતગાર કરવાનો હતો. 'નેશનલ સ્પેસ ડે' ૨૦૨૪ દરમ્યાન શાળા કક્ષાની તસ્વીરો

Monday, June 12, 2023

પ્રવેશોત્સવ 2023

આજરોજ કન્યા કેળવણી રથયાત્રા અને પ્રવેશોત્સવ 2023 દરમ્યાન લીમખેડા તાલુકાની ૧૭૧ પૈકી પ્રથમ દિવસે ૨૭ ગામોની ૫૦ શાળામાં રાજ્ય કક્ષાના અધિકારીશ્રી, જિલ્લા/ તાલુકા ના અધિકારીશ્રી અને પદાધિકારીશ્રી દ્વારા આગણવાડી, બાળવાટિકા અને ધોરણ-૧ માં પ્રવેશ અપાયેલ હતો

Monday, December 12, 2022

ગણિત-વિજ્ઞાન પ્ર્દર્શન

લીમખેડા તાલુકામાં જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદના માર્ગદર્શન હેઠળ લીમખેડા ના તમામ ૧૭ ક્લસ્ટર કક્ષાએ ગણિત-વિજ્ઞાન પ્ર્દર્શન યોજાયેલ હતું. જેની તસ્વીરગાથા આ સાથે સામેલ છે.

Tuesday, November 29, 2022

વાચન સ્પર્ધા ૨૦૨૨

વિધાર્થીઓના સર્વાંગી વિકાસમાં વાચનનું મહત્વ ખૂબ જ છે. નેશનલ એચીવમેન્ટ સર્વે ર૦૧૭ના તારણ મુજબ, "જે વિદ્યાર્થીઓ શાળા પુસ્તકાલયના પુસ્તકોનો વાચન મહાવરો ધરાવે છે, તે વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર ઉચ્ચ છે." પાઠયસામગ્રીના વાચન મહાવરા સાથે શરૂઆતથી જ વિદ્યાર્થીઓ પસ્તકાલયના પસ્તકો, સંદર્ભ સાહિત્ય, વર્તમાનપત્ર, સામાયિકો, સાહિત્ય સમજપૂર્વક વાંચે તે મહત્વનું છે. વિદ્યાર્થીઓમાં અર્થગ્રહણયુકત વાચનકૌશલ્ય કેળવાય તો જ તમામ વિષયોનું પ્રત્યાયન સંભવ બને. આ લક્ષ્યાંકની આપૂર્તિ માટે સહઅભ્યાસિક પ્રવૃત્તિનું આયોજન આવશ્યક છે. જેના ભાગરૂપે આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે પુસ્તક વાંચન સ્પર્ધા યોજાયેલ હતું. તાલુકા લાઇઝન અધિકારી ડાયટ દાહોદ, બીઆરસી કો ઓ લીમખેડા, તાલુકાનાં સીઆરસી કોઓ, શાળાના શિક્ષકશ્રી, વાચન સ્પર્ધામાં ભાગ લેનાર શાળાના વિધાર્થીઓ અને નિર્ણાયકશ્રી ઉપસ્થિત રહેલ હતા.

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...