Tuesday, November 29, 2022
વાચન સ્પર્ધા ૨૦૨૨
વિધાર્થીઓના સર્વાંગી વિકાસમાં વાચનનું મહત્વ ખૂબ જ છે. નેશનલ એચીવમેન્ટ સર્વે ર૦૧૭ના તારણ મુજબ, "જે વિદ્યાર્થીઓ શાળા પુસ્તકાલયના પુસ્તકોનો વાચન મહાવરો ધરાવે છે, તે વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર ઉચ્ચ છે." પાઠયસામગ્રીના વાચન મહાવરા સાથે શરૂઆતથી જ વિદ્યાર્થીઓ પસ્તકાલયના પસ્તકો, સંદર્ભ સાહિત્ય, વર્તમાનપત્ર, સામાયિકો, સાહિત્ય સમજપૂર્વક વાંચે તે મહત્વનું છે. વિદ્યાર્થીઓમાં અર્થગ્રહણયુકત વાચનકૌશલ્ય કેળવાય તો જ તમામ વિષયોનું પ્રત્યાયન સંભવ બને. આ લક્ષ્યાંકની આપૂર્તિ માટે સહઅભ્યાસિક પ્રવૃત્તિનું આયોજન આવશ્યક છે.
જેના ભાગરૂપે આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે પુસ્તક વાંચન સ્પર્ધા યોજાયેલ હતું. તાલુકા લાઇઝન અધિકારી ડાયટ દાહોદ, બીઆરસી કો ઓ લીમખેડા, તાલુકાનાં સીઆરસી કોઓ, શાળાના શિક્ષકશ્રી, વાચન સ્પર્ધામાં ભાગ લેનાર શાળાના વિધાર્થીઓ અને નિર્ણાયકશ્રી ઉપસ્થિત રહેલ હતા.
Subscribe to:
Post Comments (Atom)
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...

-
આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબા...
-
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...
No comments:
Post a Comment