* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Monday, July 30, 2012

સર્વ શિક્ષા અભિયાન અંતગર્ત વર્ષ 2012-13 માં ક્રિયાત્મક સંશોધન / રિસર્ચ સ્ટડી માટેના વર્કશોપ તાલીમની તસ્વીર તા. 30 જુલાઈ 2012 બી.આર.સી. ભવન લીમખેડા ખાતે.
 

મોડેલ ક્લસ્ટર સ્કૂલ - MCS

        પ્રારભિક સ્તરે કન્યાઓના શિક્ષણ માટે સર્વ શિક્ષા અભિયાન ની વિવિધ યોજના માં અતિરિક્ત ઘટક તરીકે National Program For Education Of Girl at Elementary Level(NPEGEL) એટલે કે પ્રારભિક શિક્ષણ સ્તરે કન્યાઓના શિક્ષણ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ ગુજરાતમાં વર્ષ-2003-04 થી શરૂ કરવામાં આવ્યો.
       NPEGEL યોજનાના અમલીકરણ માટે ક્લસ્ટર સ્તરની પ્રવૂતીઓના સંચાલન માટે ક્લસ્ટર સ્તરની સમિતિ ( મોડેલ ક્લસ્ટર સ્કૂલ-MCS ) કમિટીની  રચના કરવામાં આવેલ છે.આ કમિટી જે તે ક્લસ્ટરના સ્કૂલ મેનેજમેંટ કમિટી ( SMC) ના પ્રમુખોની બનેલી છે. કન્યાઓ માટેની મોડેલ ક્લસ્ટર શાળામાં (MCS ) માં આ કમિટીની સ્થાપના કરવામાં આવેલ છે.
        (MCS )ની ફરજો.
1.      ક્લસ્ટરના તમામ ગામમાં કન્યાઓનું 100% નામાંકન થાય તે જોવું.
2.      શાળા બહારની કન્યાઓને/કે.જી.બી.વી.માં દાખલ કરાવવી.
3.      ક્લસ્ટરની તમામ શાળાઓમાં કન્યાઓ માટેની સૌચાલયની વ્યવસ્થા તપાસવી અને સ્વછતા અંગે સુચનો કરવા.
4.      કમિટિના અધ્યક્ષે ફરજિયાત દર માસે એમ.સી.એસ.સભ્યોની બેઠક બોલાવવી અને NPEGEL ના કાર્યક્રમના દરેક પાસાની ચકાસણી કરવી.
5.      ક્લસ્ટરના તમામ બાળકોને ગ્નાતી જાતિના ભેદ વગર સમાન તક અને શિક્ષણ મળે તે જોવાનું રહેશે.
       મોડેલ ક્લસ્ટર સ્કૂલ તાલીમ અંતગર્ત આજે તા. 30 જુલાઈ 2012 ના રોજ બી.આર.સી. ભવન લીમખેડા ખાતે લીમખેડા,ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાના સી.આર.સી/ આચાર્યોની તાલીમ વર્ગ યોજાયેલ હતો.

 
 

 

Tuesday, June 19, 2012



                    શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા 2012


શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા 2012 અંતગર્ત લીમખેડા તાલુકા માં માન. મંત્રીશ્રી જશવંતસિહ એસ. ભાભોર આદિજાતિ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ ગુજરાત રાજ્ય ગાંધીનગર ના વરદ હસ્તે આપેલ પ્રવેશ ની તસ્વીરગાથા.






















Thursday, June 7, 2012

                              શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ 2012  

       
        શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ 2012  માટે તાલુકા ના તમામ ગામો ને રૂટમાં આવરી લેવાયા છે. ચાલુ વર્ષ નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી તાલુકા નો ઍક મહોત્સવ બની રહે, 100% નામાકન થાય, શાળા બહારના બાળકો પુનઃ પ્રવેશ મેળવે અને વિકલાંગ બાળકો પણ પ્રવેશ થી વંચિત ના રહે તે માટે માન.પ્રાંત.અધિકારીશ્રી.ધગલ સાહેબના અધ્યક્ષ પણ હેઠળ બી.આર.સી./સી.આર.સી.કૉ.ઓ.,પે સેન્ટર આચાર્યો ,તમામ શાળાના આચાર્યોશ્રી દ્વારા વાતાવરણ નિર્માણ અને પ્રવેશોત્સવના લક્ષ્યાકો સિદ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...