Thursday, December 30, 2021
બી.એડ. કોલેજ સીંગવડ ના તાલીમાર્થીઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાની મુલાકાત
આજરોજ તારીખ ૩૦.૧૨.૨૦૨૧ના બીઆરસી ભવન લીમખેડા ખાતે બી.એડ. કોલેજ સીંગવડ ના તાલીમાર્થીઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાની મુલાકાત અન્વયે બીઆરસી ભવન લીમખેડાની રૂબરૂ મુલાકાત યોજાયેલ હતી.
સદર મુલાકાત સમયે બીઆરસી ભવન લીમખેડા વતી સીઆરસી કો લીમખેડા દ્વારા બી.એડ. કોલેજ સીંગવડ ના તાલીમાર્થીઓ, બી.એડ. કોલેજ સીંગવડના આચાર્યશ્રી, સ્ટાફને આવકાર અપાયેલ હતો. કાર્યક્રમમાં સીઆરસી કો લીમખેડા દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન પ્રોજેકટની વિસ્તૃત સમજ અપાયેલ હતી. DPEP, SSA, બીઆરસી- સીઆરસી કોની ભૂમિકા અને તેઓની કામગીરીની સમજ અપાયેલ હતી. બ્લોક એમઆઈએસ કો. લીમખેડા દ્વારા મેનેજમેંટ ઇન્ફોર્મેશન સિસ્ટમની બ્લોક લેવલે ભૂમિકા અને કામગીરીની સમજ અપાયેલ હતી. સીઆરસી કો ઢઢેલા દ્વારા SSAની શાળા કક્ષાની ઓનલાઈન અપ્લિકેશન, G-SHALA APP, SWACHCHTA APP, WHATS APP મૂલ્યાંકનની સમજ અપાયેલ હતી. કાર્યક્રમના અંતે બી.એડ. કોલેજ સીંગવડના આચાર્યશ્રી દ્વારા પુર્ણાહુતિ કરાયેલ હતી.
Wednesday, October 20, 2021
“ કલા ઉત્સવ ૨૦૨૧ “
જીસીઇઆરટી ગાંધીનગર અને ડાયટ દાહોદ પ્રેરિત “ આઝાદી કા અમ્રુત મહોત્સવ” કાર્યક્રમ ઉજવણીના ભાગ રૂપે “ કલા ઉત્સવ ૨૦૨૧ “ ના વિવિધ સ્પર્ધાઓનું આયોજન તાલુકા કક્ષાએ બીઆરસી ભવન લીમખેડા ખાતે તા ૨૦.૧૦.૨૦૨૧ યોજવામાં આવેલ હતું.
તાલુકા કક્ષાના કાર્યક્રમમાં તાલુકા લાયઝન( ડાયટ દાહોદ) , બીઆરસી કો.ઓ લીમખેડા, તાલુકાના તમામ સીઆરસી કો, માર્ગદર્શન શિક્ષકશ્રી, સ્પર્ધક વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ..સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઆરસી કો.લીમખેડા દ્વારા કરવામાં આવ્યું હતું.iv class="separator" style="clear: both;">

Monday, September 6, 2021
Update Student Details( 2021-22)
પ્રતિ,
આચાર્યશ્રી( તમામ સંચાલન ધરાવતી શાળાઓ),
તાલુકો લીમખેડા અને સીંગવડ, જિલ્લો દાહોદ
આ સાથે સામેલ ગુગલ ફોર્મમાં આપની શાળામાં ધોરણ ૧ થી ધોરણ ૧૨માં અભ્યાસ કરતા બાળકના નામ માં (૧) બાળકનું નામ (૨) પિતાનું નામ (૩) માતાનું નામ ( ૪) બાળકની અટક ( ૫) બાળકની જન્મ તારીખ આમ કુલ પાંચ પૈકી જેની સુધારણની જરૂર હોય તે બાળકનો 18 અંકનો યુનિક આઈ.ડી આપીને વિગતો અંગ્રેજી કેપિટલ શબ્દોમાં ભરીને સબમિટ કરવાની રહેશે. જેની અંતિમ તારીખ ૧૦.૦૯.૨૦૨૧ રહેશે જેની નોધ લેશો.
Update Student Details( 2021-22)માટેનું ગુગલ ફોર્મ---
Friday, August 13, 2021
G.Shala App.
આજ રોજ જિલ્લા એમ.એસ.આઈ.કોઓર્ડીનેટર સાહેબશ્રીની સૂચના અન્વયે બ્લોક કક્ષાના બ્લોક એમ.આઈ.એસ.કોઓર્ડીનેટર અને કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા રૂબરૂ શાળાની મુલાકાત મેળવીને G.SHALA એપ અન્વયે શિક્ષકશ્રી અને વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન અને ઉપયોગ માટે માહિતગાર કરવામાં આવ્યા હતા...
Wednesday, July 28, 2021
Monday, July 12, 2021
Friday, July 9, 2021
Aadhaar Enabled DISE-Child Tracking System(CTS)
ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માટે ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી માટે મોડયુલ શરૂ કરવામાં આવેલ છે. શાળા ક્ક્ષાએથી ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી શરૂ કરવા જણાવવામાં આવે છે. આ વર્ષે જન્મ નોંધણીના ડેટા સાથે લિંક કરવા માટે જન્મનાં પ્રમાણપત્રમાં દર્શાવેલ જીલ્લો, તાલુકો, પંચાયત, ગામ, જન્મ નોંધણી ક્રમાંક (Birth Registration number),જન્મ તારીખ અને બાળકની માહિતીની પણ એન્ટ્રી કરવાની રહેશે.
Saturday, July 3, 2021
ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડ)
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આજે એક મહત્વનો દિવસ છે. ગુણોત્સવ 2.0 અંતર્ગત પ્રથમવાર રાજ્યની 100 % શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રયાસ થકી આજે શાળાઓના એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડસને ઑનલાઇન પોર્ટલ પરથી રીલિઝ કરવામાં આવેલ છે.
શાળાઓ પોતાના રિપોર્ટ કાર્ડસને આધારે મળનાર ઇનપુટ્સને પોતાના સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાનમાં આમેજ કરી વિદ્યાર્થીઓમાં વય (વર્ગ) અનુરૂપ અઘ્યયન નિષ્પત્તિઓ (Grade Appropriate Learning Outcomes)ને સિદ્ધ કરવા કટિબદ્ધ થશે તેવી અપેક્ષા.
લિંક પરથી પોતાના સ્કૂલ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.
http://reportcard.gsqac-gunotsav.org
Saturday, June 19, 2021
Thursday, June 10, 2021
Subscribe to:
Posts (Atom)
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...

-
આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબા...
-
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...