* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Friday, July 22, 2022

SOE અન્વયે MS TEAM દ્વારા સમિક્ષા બેઠક

આજ રોજ તારીખ ૨૨-૦૭-૨૦૨૨ ના રોજ વિધ્યા સમિક્ષા કેન્દ્ર ગાંધીનગર દ્વારા SOE અન્વયે MS TEAM દ્વારા સમિક્ષા બેઠક યોજાયેલ હતી. જેમાં લીમખેડા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી, તમામ સીઆરસી કો તેમજ બ્લોક કક્ષાના કર્મચારી સામેલ થયા હતા

Monday, July 18, 2022

વિદાય સમાંરભ 2022

બીઆરસી ભવન લીમખેડા ખાતે આજરોજ ભૂતપૂર્વ બીઆરસી કો-ઓ તરીકે કાર્યરત કલ્પેશભાઈ પટેલ જેઓ પુનઃ સીઆરસી કો-ઓ ( નાના આંબલીયા) તા.સીંગવડ તરીકે નિયુક્ત થતા તેઓને વિદાય સમાંરભ તથા લીમખેડા તાલુકામાં નવ નિયુક્ત સીઆરસી કો-ઓ તરીકે નો સમાંરભ યોજયેલ હતો. આ પ્રસંગે તાલુકા શિક્ષણાધિકારીશ્રી લીમખેડા, શિક્ષણ સંઘ લીમખેડા, શૈક્ષિક સંઘ લીમખેડા, બીઆરસી કો-ઓ લીમખેડા, HTAT આચાર્યશ્રી લીમખેડા, બીઆરસી ભવન લીમખેડા ખાતે કાર્યરત તમામ કર્મચારીશ્રી તેમજ તાલુકા કક્ષાએ કાર્યરત શિક્ષકશ્રી તેમજ આચાર્યશ્રી ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર સમાંરભનું સંચાલન સીઆરસી કો-ઓ દુધિયા દ્વારા કરવામાં આવેલ હતું.

Friday, July 8, 2022

દિવ્યાંગ બાળકો સાધન સહાય 2022

સમગ્ર શિક્ષા દાહોદ આઈ.ઈ.ડી યુનિટ દ્વારા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે એલિમ્કો સંસ્થા તથા સમગ્ર શિક્ષા ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે માનનીય જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ સેરેબ્રલ પાલસી, શારીરિક વિકલાંગતા , દ્રષ્ટિક્ષતિ અને મંદબુદ્ધિ બાળકોને સાધન સહાય કેમ્પનું આયોજન તારીખ 8/7 / 2022 ના રોજ લીમખેડા બીઆરસી ભવન ખાતે લીમખેડા , સિંગવડ , દે.બારીયા અને ધાનપુર એમ ચાર તાલુકાના બાળકો માટે કરવામાં આવેલ જેમાં ડો.ચંદન ચંદ્રા, જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી મહેશભાઈ પટેલ ,લીમખેડા બ્લોકના બીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી ઋષિભાઈ સલાણિયા ,સીંગવડ બ્લોકના બીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી સામજીભાઈ કામોળ , ધાનપુર બ્લોકના બીઆરસી કો ઓ શ્રી કુન્દનભાઈ મકવાણા , દે.બારીયા બ્લોકના બીઆરસી કો ઓ શ્રી ધર્મેશભાઈ પટેલ તથા ચારેય તાલુકાના સ્પેશિયલ ટીચર અનેવિશિષ્ટ શિક્ષકો દ્વારા કુલ 221 જેટલા દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું.

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...