Friday, July 8, 2022
દિવ્યાંગ બાળકો સાધન સહાય 2022
સમગ્ર શિક્ષા દાહોદ આઈ.ઈ.ડી યુનિટ દ્વારા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે એલિમ્કો સંસ્થા તથા સમગ્ર શિક્ષા ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે માનનીય જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ સેરેબ્રલ પાલસી, શારીરિક વિકલાંગતા , દ્રષ્ટિક્ષતિ અને મંદબુદ્ધિ બાળકોને સાધન સહાય કેમ્પનું આયોજન તારીખ 8/7 / 2022 ના રોજ લીમખેડા બીઆરસી ભવન ખાતે લીમખેડા , સિંગવડ , દે.બારીયા અને ધાનપુર એમ ચાર તાલુકાના બાળકો માટે કરવામાં આવેલ જેમાં ડો.ચંદન ચંદ્રા, જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી મહેશભાઈ પટેલ ,લીમખેડા બ્લોકના બીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી ઋષિભાઈ સલાણિયા ,સીંગવડ બ્લોકના બીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી સામજીભાઈ કામોળ , ધાનપુર બ્લોકના બીઆરસી કો ઓ શ્રી કુન્દનભાઈ મકવાણા , દે.બારીયા બ્લોકના બીઆરસી કો ઓ શ્રી ધર્મેશભાઈ પટેલ તથા ચારેય તાલુકાના સ્પેશિયલ ટીચર અનેવિશિષ્ટ શિક્ષકો દ્વારા કુલ 221 જેટલા દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું.
Subscribe to:
Post Comments (Atom)
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...

-
આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબા...
-
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...
No comments:
Post a Comment