Monday, December 12, 2022
ગણિત-વિજ્ઞાન પ્ર્દર્શન
લીમખેડા તાલુકામાં જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદના માર્ગદર્શન હેઠળ લીમખેડા ના તમામ ૧૭ ક્લસ્ટર કક્ષાએ ગણિત-વિજ્ઞાન પ્ર્દર્શન યોજાયેલ હતું. જેની તસ્વીરગાથા આ સાથે સામેલ છે.
Tuesday, November 29, 2022
વાચન સ્પર્ધા ૨૦૨૨
વિધાર્થીઓના સર્વાંગી વિકાસમાં વાચનનું મહત્વ ખૂબ જ છે. નેશનલ એચીવમેન્ટ સર્વે ર૦૧૭ના તારણ મુજબ, "જે વિદ્યાર્થીઓ શાળા પુસ્તકાલયના પુસ્તકોનો વાચન મહાવરો ધરાવે છે, તે વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર ઉચ્ચ છે." પાઠયસામગ્રીના વાચન મહાવરા સાથે શરૂઆતથી જ વિદ્યાર્થીઓ પસ્તકાલયના પસ્તકો, સંદર્ભ સાહિત્ય, વર્તમાનપત્ર, સામાયિકો, સાહિત્ય સમજપૂર્વક વાંચે તે મહત્વનું છે. વિદ્યાર્થીઓમાં અર્થગ્રહણયુકત વાચનકૌશલ્ય કેળવાય તો જ તમામ વિષયોનું પ્રત્યાયન સંભવ બને. આ લક્ષ્યાંકની આપૂર્તિ માટે સહઅભ્યાસિક પ્રવૃત્તિનું આયોજન આવશ્યક છે.
જેના ભાગરૂપે આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે પુસ્તક વાંચન સ્પર્ધા યોજાયેલ હતું. તાલુકા લાઇઝન અધિકારી ડાયટ દાહોદ, બીઆરસી કો ઓ લીમખેડા, તાલુકાનાં સીઆરસી કોઓ, શાળાના શિક્ષકશ્રી, વાચન સ્પર્ધામાં ભાગ લેનાર શાળાના વિધાર્થીઓ અને નિર્ણાયકશ્રી ઉપસ્થિત રહેલ હતા.
Thursday, November 10, 2022
Saturday, November 5, 2022
*XAMTA App*
*શૈક્ષણિક વર્ષ 2022-23 દરમ્યાન લેવાયેલ પ્રથમ સત્રાંત પરીક્ષા (SAT 2022-23)*ના ગુણની *DATA ENTRY* કરવા માટે *Xamta App* ની સુવિધા શરુ કરવામાં આવેલ છે. *Xamta web App* પર વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કેવી રીતે કરશો તે અંગેની વિગતવાર *વિડીઓ માર્ગદર્શિકાની લિંક આ સાથે સામેલ છે.* જેનો વિગતવાર અભ્યાસ કરી વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કરશો.
*દૈનિક જે સત્રાંત કસોટી લેવાશે તેની DATA ENTRY તે દિવસે જ શરુ કરી દેવામાં આવશે.*
*કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો હેલ્પલાઈન નં. 07923973615 પર કોલ કરી માર્ગદર્શન મેળવી કરી શકો.*
*Xamta web App વિડીઓ માર્ગદર્શિકાની લિંક:* *https://youtu.be/13nlX2B4NIw*
*Xamta web App લિંક:* *https://bit.ly/xamta*
Friday, July 22, 2022
SOE અન્વયે MS TEAM દ્વારા સમિક્ષા બેઠક
આજ રોજ તારીખ ૨૨-૦૭-૨૦૨૨ ના રોજ વિધ્યા સમિક્ષા કેન્દ્ર ગાંધીનગર દ્વારા SOE અન્વયે MS TEAM દ્વારા સમિક્ષા બેઠક યોજાયેલ હતી. જેમાં લીમખેડા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી, તમામ સીઆરસી કો તેમજ બ્લોક કક્ષાના કર્મચારી સામેલ થયા હતા
Monday, July 18, 2022
વિદાય સમાંરભ 2022
બીઆરસી ભવન લીમખેડા ખાતે આજરોજ ભૂતપૂર્વ બીઆરસી કો-ઓ તરીકે કાર્યરત કલ્પેશભાઈ પટેલ જેઓ પુનઃ સીઆરસી કો-ઓ ( નાના આંબલીયા) તા.સીંગવડ તરીકે નિયુક્ત થતા તેઓને વિદાય સમાંરભ તથા લીમખેડા તાલુકામાં નવ નિયુક્ત સીઆરસી કો-ઓ તરીકે નો સમાંરભ યોજયેલ હતો.
આ પ્રસંગે તાલુકા શિક્ષણાધિકારીશ્રી લીમખેડા, શિક્ષણ સંઘ લીમખેડા, શૈક્ષિક સંઘ લીમખેડા, બીઆરસી કો-ઓ લીમખેડા, HTAT આચાર્યશ્રી લીમખેડા, બીઆરસી ભવન લીમખેડા ખાતે કાર્યરત તમામ કર્મચારીશ્રી તેમજ તાલુકા કક્ષાએ કાર્યરત શિક્ષકશ્રી તેમજ આચાર્યશ્રી ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર સમાંરભનું સંચાલન સીઆરસી કો-ઓ દુધિયા દ્વારા કરવામાં આવેલ હતું.
Friday, July 8, 2022
દિવ્યાંગ બાળકો સાધન સહાય 2022
સમગ્ર શિક્ષા દાહોદ આઈ.ઈ.ડી યુનિટ દ્વારા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે એલિમ્કો સંસ્થા તથા સમગ્ર શિક્ષા ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે માનનીય જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ સેરેબ્રલ પાલસી, શારીરિક વિકલાંગતા , દ્રષ્ટિક્ષતિ અને મંદબુદ્ધિ બાળકોને સાધન સહાય કેમ્પનું આયોજન તારીખ 8/7 / 2022 ના રોજ લીમખેડા બીઆરસી ભવન ખાતે લીમખેડા , સિંગવડ , દે.બારીયા અને ધાનપુર એમ ચાર તાલુકાના બાળકો માટે કરવામાં આવેલ જેમાં ડો.ચંદન ચંદ્રા, જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી મહેશભાઈ પટેલ ,લીમખેડા બ્લોકના બીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી ઋષિભાઈ સલાણિયા ,સીંગવડ બ્લોકના બીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી સામજીભાઈ કામોળ , ધાનપુર બ્લોકના બીઆરસી કો ઓ શ્રી કુન્દનભાઈ મકવાણા , દે.બારીયા બ્લોકના બીઆરસી કો ઓ શ્રી ધર્મેશભાઈ પટેલ તથા ચારેય તાલુકાના સ્પેશિયલ ટીચર અનેવિશિષ્ટ શિક્ષકો દ્વારા કુલ 221 જેટલા દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું.
Friday, April 1, 2022
પરીક્ષા પે ચર્ચા ૨૦૨૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિક્ષા પે ચર્ચા નામનો એક અનોખો ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ રજૂ થાય છે , જેમાં દેશભરના અને વિદેશમાંથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તેમની સાથે વાતચીત કરીને પરીક્ષા સંબંધિત તણાવને દૂર કરવા અને ઉત્સવ તરીકે જીવનનો આનંદ માણવા માટે તેમની સાથે વાતચીત કરે છે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન, ભારતના વડાપ્રધાન સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરે છે, બોર્ડ અને પ્રવેશ પરીક્ષાઓની તૈયારી તણાવમુક્ત અને આનંદદાયક રીતે કરવા માટે તેમની "મૂલ્યવાન ટીપ્સ" શેર કરે છે.
પરીક્ષા પે ચર્ચાની આ પાંચમી આવૃત્તિ છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરીક્ષા પે ચર્ચા ૨૦૨૨ માટે તાલ કટોરા સ્ટેડિયમ દિલ્હી ખાતે યોજાયેલ હતો
વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે આ મારો ખૂબ જ પ્રિય કાર્યક્રમ છે, પરંતુ કોરોનાના કારણે હું તમારા જેવા મારા સાથીઓને વચ્ચે મળી શક્યો નહીં. તેમણે વધુમાં કહ્યું કે, "પરીક્ષાઓ તહેવારોની વચ્ચે પણ લેવામાં આવે છે. જેના કારણે તેઓ તહેવારોની મજા માણી શકતા નથી. પરંતુ જો આપણે પરીક્ષાને તહેવાર બનાવીએ, કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "તમારા મનમાં એક વાત બનાવો કે પરીક્ષા એ જીવનનો સરળ ભાગ છે
આજ રોજ પરીક્ષા પે ચર્ચા ૨૦૨૨ના લીમખેડા તાલુકાનાં મુખ્ય આયોજન બીઆરસી ભવનના હૉલમાં, તાલુકાના પદાધિકારીશ્રી સરતનભાઈ એસ, ચૌહાણ(ઉપપ્રમુખ જિલ્લા પંચાયત દાહોદ), શ્રી છત્રસિંહ કાળુભાઈ મેડા(જિલ્લા પંચાયત સદસ્ય દાહોદ) ગામના સરપંચશ્રી, વાલીઓ અને તાલુકા પ્રાથમિક શાળા લીમખેડાના બાળકો અને માન ટીપીઇઓ લીમખેડા અને બીઆરસી કો લીમખેડા દ્વ્રારા પરીક્ષા પે ચર્ચા ૨૦૨૨ કાર્યક્રમમાં હાજરી આપેલ હતી. લીમખેડા તાલુકામાં સામેલ તમામ શાળાઓમા ક્લસ્ટરના સીઆરસી કો દ્વારા તેઓની શાળાઓમા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શાળાના બાળકો, શિક્ષકશ્રી અને ગામના ગ્રામજનોએ નિહાળવાનું આયોજન કરવામાં આવેલ હતું.
તાલુકા કક્ષાના અન્ય કાર્યક્રમ કુંડલી શાળા ખાતે શ્રીમતી રમીલાબેન વિજયભાઈ રાવત (જિલ્લા પંચાયત સદસ્ય દાહોદ) દ્વારા સદર કાર્યક્રમમાં હાજરી આપેલ હતી.
Sunday, February 13, 2022
સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22
Gujarat e-Class Samagra Shiksha https://www.youtube.com/watch?
રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
➡️ લોગીન કઇ રીતે થવું?
➡️ સર્વે ફોર્મ કઈ રીતે ભરવું?
➡️ ફોટોગ્રાફ કઈ રીતે અપલોડ કરવા ?
➡️ ફાઇનલ સબમીશન કઈ રીતે કરવું ?
તમામ વિગતો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કર
https://youtu.be/_oe6Y3H_c5c
ફોટો અપલોડ નથી થતા???
➡️ અંગ્રેજીમાં સર્વેના પ્રશ્નો નથી સમજાતા?? ભાષા બદલવી છે??
તમામ વિગતો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://youtu.be/5JbZekUoCyA
Subscribe to:
Posts (Atom)
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...

-
આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબા...
-
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...